ઇસ્ટર આઇલેન્ડ : એક રહસ્યમય દ્વીપ કે જેના ઘણા રહસ્યો હજુ સુધી ઉકેલી શકાયા નથી . જાણો આ દ્વીપ સાથે સંકળાયેલી દંતકથાઓ

આ ધરતી પર અનેક રહસ્યો તેમજ રહસ્યમય સ્થળો આવેલા છે. જેમાં ઘણા રહસ્યો ઉકેલાયા છે, જ્યારે ઘણા રહસ્યો હજુ પણ વણ ઉકેલાયેલ છે. જેનો ઉકેલ આધુનિક વિજ્ઞાનમાં પાસે પણ નથી. આજે આપણે પૃથ્વી પરની આવી જ એક રહસ્યમય જગ્યા વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો આ પોસ્ટને છેલ્લે સુધી વાંચજો.

પ્રશાંત મહાસાગરમાં આવેલ ઈસ્ટર આઇલેન્ડ આવો જ એક રહસ્યમય દ્વીપ છે. આ આઇલેન્ડ ચીલી દેશના કિનારેથી 3800 km દૂર દક્ષિણ પૂર્વીય પેસિફિક મહાસાગરમાં આવેલ છે. ઈસ્ટર આઇલેન્ડ વિશ્વના સૌથી દૂરના વસવાટ વાળા ટાપુમાંનો એક છે. તે ચીલી નો જ પ્રદેશ છે પરંતુ હજુ પણ ઈસ્ટર આઇલેન્ડ પર પહોંચવામાં ઓછામાં ઓછા પાંચ કલાક જેટલો સમય લાગે છે. આ આઇલેન્ડ પર જવાનો એક માત્ર રસ્તો એ હવાઈ મુસાફરી છે. કારણ કે અહીં કોઈ બંદર પણ નથી. અહીં જવા માટે સૌથી ટૂંકી ફ્લાઈટ ટેનટીયાગોથી પાંચ કલાકની છે.
તો તમને જાણીને એ આશ્ચર્ય થશે કે આટલા દૂર આ આઇલેન્ડ પર રહેવાનો ફાયદો શું છે ?

તો આપને જણાવી દઈએ કે ઈસ્ટર આઇલેન્ડ એ ખૂબ જ શાંત વિસ્તાર છે તેમજ ત્યાંની આબોહવા પણ મોટેભાગે પ્રદૂષણથી મુક્ત છે. તે વિશ્વના કેટલાક સૌથી સ્પષ્ટ સમુદ્ર માનો એક છે. આ ટાપુની આસપાસનું પાણી 50 થી 60 મીટરની ઊંડાઈ સુધી પારદર્શક છે.

વર્ષ 1722 માં ડચ એડમીરલ જેકપ રોગ વેવીન આ ટાપુ પર ઉતરનાર પ્રથમ યુરોપિયન હતા. ઇસ્ટરનો આ દિવસ રવિવાર હોવાથી તેમણે જ આ આઇલેન્ડનું નામ ઈસ્ટર આઈલેન્ડ રાખ્યું હતું. જોકે સ્થાનિક ભાષામાં આ આઇલેન્ડનું નામ ગ્રેટ રાપા છે. આ આઇલેન્ડમાં સ્થાનિકે વસતા લોકો સામાન્યતઃ રાપા નુઈ કે ગ્રેટ રાપા નામનો જ ઉપયોગ કરે છે.
જેકબે ત્યાંના મૂળ નિવાસીઓને અણધારી રીતે ખેતી કરતા જોયા હતા. તેઓ આદિમાનવો જેવા હતા. તેઓ નરમાસભક્ષી પણ હતા. તેઓ કોઇક પ્રયોગ અજમાવીને પોતાના કાનને છેક ખભાને અડકે એટલા લાંબા બનાવી નાખતા હતા. આ આદિવાસીઓ જ્વાળામુખીની ગુફાઓમાં અથવા તો ઝૂંપડી બાંધીને રહેતા હતા.

આ દ્વીપ પર આશ્ચર્યજનક શિલ્પો મળી આવ્યા છે જેના કારણે જ વિશ્વભરના શોધકો આ દ્વિપની મુલાકાતે આવે છે. આ દ્વીપ પર મળી આવેલી વિરાટ મૂર્તિઓ 12 થી 15 ફૂટ જેટલી ઊંચાઇ ધરાવે છે. અને પ્રત્યેક નું વજન આશરે 20 થી 22 ટન જેટલું છે. મોટાભાગે જ્વાળામુખીના પથ્થરોને કોતરીને બિહામણા, ભયાનક ચહેરા, અને લાંબા કાનો ધરાવતી લગભગ 1000 પ્રતિમાઓ આ દ્વિપ પર વેર વિખેર પડેલી છે. જેમાંની સૌથી વિરાટ અને પ્રચંડ પ્રતિમા 32 ફૂટની લંબાઈ ધરાવે છે જેનું વજન 10 ટન છે. આ જાણીને નવાઈ લાગે છે કે આવી દેત્યાકાર પ્રતિમાઓ કોણે બનાવી હશે ? અને શા માટે બનાવી હશે ?તેમજ કેટલા વર્ષો પહેલા પ્રતિમાઓ નિર્માણ પામી હશે ? જેવા પ્રશ્નોના જવાબ પણ આજનું વિજ્ઞાન હજી સુધી શોધી શક્યું નથી.

Also Read :  ઓત્ઝી ધ આઇસમેન: જાણો 5300 વર્ષ જૂના માનવીના સબને મ્યુઝિયમમાં સાચવવા પાછળનું રહસ્ય ?

એવું કહેવાય છે કે આ દ્વીપએ પૃથ્વીની નાભિ છે જે આ દ્વીપ પર વસતા પ્રાચીન આદિવાસીઓનું માનવું છે.

દંત કથાઓ મુજબ હોટું માટુંઆ નામના વ્યક્તિ તેમના લોકોને ઈસ્ટર આઇલેન્ડ પર લઈ આવ્યો હતો. જ્યાં તેઓ પોતાની સાથે જીવન ઉપયોગી ચીજો લઈને આવ્યા હતા. જ્યારે અન્ય દંતકથા મુજબ ઈસુની સાતમી શતાબ્દીમાં આ વેરાન દ્વીપ પર માનવો આવીને વસ્યા હતા.

ઇતિહાસકારો અને પુરાતત્વવિદો દ્વારા કરવામાં આવેલ સંશોધન મુજબ ઈ.સ. 1100 થી 1200 ની વચ્ચે અહીંના દ્વીપવાસીઓએ આ પ્રચંડ તેમજ વિરાટ પ્રતિમા બનાવી હતી. આ સમયગાળા દરમિયાન જ હાનાઉં ઇપે નામના એક કબીલાનું ત્યાં શાસન હતું. તેને સમકાલીન એક અન્ય શક્તિશાળી પરિવાર પણ ત્યાં રહેતો હતો જેનું નામ હાનાઓ મોમોકી હતું. આ બંને પરિવારો વચ્ચે નિરંતર લડાઈઓ થતી રહેતી હતી. મોમોંકી દળે જ્યારે પ્રચંડ આક્રમણ કર્યું ત્યારે આ ઈપે લોકોને ભાગવું પડ્યું હતું અને તેઓ જ્વાળામુખીના ઢાળ પર ચડ્યા અને ત્યાં ગુફાઓ ખોદીને રહેવા લાગ્યા હતા. અહી આ લોકોએ એક વિશાળ ખાય ખોદી અને મોમોકીઓનો સામનો કર્યો હતો જેના અવશેષો આજે પણ જોવા મળે છે. પોતાના કાયમી દુશ્મન ઈપે લોકોને પહોંચી વળવા માટે મોમોક્કી લોકોએ જ્વાળામુખીના વિશાળ પથ્થરના ટુકડાઓને કોતરી પ્રચંડ બિહામણી મૂર્તિઓનું સર્જન કર્યું હોય એવું લાગે છે. જ્યારે પણ આ મોમોકી લોકો આ લોકો પર આક્રમણ કરતા ત્યારે તેઓ આવી વિરાટ પ્રતિમાઓ ઇપે લોકો ઉપર ગબડાવિ મુકતા અથવા આવી બીહામણી મૂર્તિ જોઈ તેઓ ભાગી છૂટતા. પરંતુ પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે આવી વિશાળ મૂર્તિઓ બનાવ્યા બાદ તેઓ આ મૂર્તિઓને ખસેડતા કે ગબડાવતા કઈ રીતે હશે ? આવા ઘણા પ્રશ્નો આજે પણ કુતૂહલ સર્જે તેવા છે.

હાલમાં અહીં જે 10-12 મૂળ આદિવાસીઓ બચેલા છે તેમની ભાષા સમજી શકાય તેમ નથી તેમ છતાં આ લોકોના ઈશારા અને શબ્દોથી એવો અર્થ નીકળે છે કે આ તમામ મૂર્તિઓને લાકડાની સ્લેજ પર રાખવામાં આવતી અને ત્યારબાદ તેને બાંધી આ સ્લેજને હજારો લોકો ખેંચતા. એક દિવસમાં આ લોકો આ મૂર્તિને આ સ્લેજ પર 1000 ફૂટ જેટલી સરકાવી શકતા અને જ્વાળામુખીના ઢાળ સુધી લાવતા. આવી લાકડાની ફ્રેમોથી જ આ લોકો આવી દૈત્યાકર મૂર્તિઓને વૈદી ઉપર ચડાવતા હતા. શિલ્પકારો આવી મૂર્તિઓનું નિર્માણ કરતા પરંતુ જ્યાં સુધી આ મૂર્તિ વેદી પર ન ચડે ત્યાં સુધી તેની આંખો બતાવતા નહીં. જેને કારણે જ આ દ્વીપ પર એવી ઘણી બધી વિશાળ મૂર્તિઓ છે કે જેમને આંખો નથી અથવા તો આખો અડધી બનેલી છે જેમાંનું એક કારણ એમ પણ માનવામાં આવે છે કે જ્યારે મોમોકી શિલ્પકાર મૂર્તિઓ બનાવતા ત્યારે અચાનક જ ઈપે લોકોનું આક્રમણ થયું હશે અને ત્યારે આ લોકો નાસી ગયા હશે. આ મૂર્તિઓની પાસેથી શિલ્પકામ, ખોદ કામ માટેના હથિયારો અને ઓજારો પણ મળી આવ્યા છે.

Also Read :  વિરાટ કોહલીથી માંડી અનેક હીરો અને હિરોઈન પીવે છે બ્લેક વોટર, આ પાણીની કિંમત જાણી તમે પણ શોકી જશો

જોકે આ બધી માન્યતાઓ જ છે. સત્ય શું છે એ હજુ પ્રકાશમાં આવેલ નથી. દ્વીપવાસીઓએ આવી પ્રચંડ વિશાળ કાઈ મૂર્તિઓ શા માટે બનાવી હતી ? શું આ પૃથ્વી પર પહેલેથી જ કોઈ શિલ્પકાર સભ્યતાઓ વસ્તી હતી અને જો હતી તો તે ક્યાં સમય હતી ? અહીંના મૂળ નિવાસીઓના નાશનું કારણ શું હતું ? પ્રશાંત મહાસાગરમાં આવેલા નાનકડા દ્વીપ પર આવી સભ્યતા કઈ રીતે પાંગરી હશે ? નુવંશશાસ્ત્ર મુજબ જ્યારે બે સભ્યતાઓ જાતિ કે પ્રજાતિઓ વચ્ચે આદાન-પ્રદાન થાય ત્યારે જ બંને જાતિઓની સભ્યતા પાંગરે છે. તો પછી આ દ્વીપવાસી જાતિઓ અન્ય કઈ જાતિઓના સંપર્કમાં આવેલી હશે. આ તમામ પ્રશ્નોના જવાબો આધુનિક વિજ્ઞાનશાસ્ત્રીઓ ની શોધખોળ બાદ જ જાણવા મળશે

Leave a Comment