શું તમે ક્યારેય વિરાટ કોહલી, મલાઈકા અરોરા, ઉર્વશી રોતેલા, હાર્દિક પંડ્યા, કે અન્ય હીરો હિરોઈનને તેમના હાથમાં રહેલ કાળા કલરની પાણીની બોટલ સાથે જોયા છે ?તમને જાણીને નવાઈ લાગશે કે આ કાળા કલરની બોટલમાં રહેલું ૧ લીટર પાણીની કિંમત રૂપિયા ૧૨૦૦ થી માંડી ને ૩૦૦૦ રૂપિયા સુધીની છે.

Evocus, audiobook,ava, જેવી કંપનીઓ આ બ્લેક વોટર બનાવે છે જે ૧ લીટર પાણીના 1200 રૂપિયાથી માંડીને 3000 રૂપિયા સુધીમાં વેચે છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બ્લેક વોટર શું છે? તેમના ફાયદાઓ શું છે ? શા માટે સ્ટાર્સ લોકો આ પાણી પીવે છે ? અને તેમને પીવાથી શરીરમાં શું પરિવર્તન આવે છે ? તો ચાલો જાણીએ આ બ્લેક વોટર વિશેની સંપૂર્ણ માહિતી.
તાજેતરમાં લોકો પોતાની ફિટનેસ પ્રત્યે વધારે જાગૃત બન્યા છે. વિવિધ બોલીવુડ સ્ટાર્સ તેમજ ભારતીય ક્રિકેટરસ્ જેમાં ખાસ કરીને વિરાટ કોહલી પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સભાન છે તેઓ નિયમિત રીતે વર્કઆઉટ તો કરે જ છે પરંતુ તેમના આહારમાં પણ તેઓ ખૂબ જ સંતુલિત આહાર લે છે . જ્યારે પણ વિરાટના ફિટનેસ ફ્રીકની ચર્ચા કરવામાં આવે છે ત્યારે તેના ફૂડની સાથે સાથે તેના પાણીની પણ ચોક્કસ ચર્ચા કરવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે વિરાટ કોહલી જે પાણી પીવે છે તેની એક લીટર પાણીની કિંમત ₹3,000 થી માંડીને 4000 રૂપિયા છે. એવું તો શું છે આ પાણીમાં જેને કારણે લોકો આવું ખર્ચાળ પાણી પીવે છે ?
આવો જાણીએ આ બ્લેક વોટરના ફાયદાઓ
સામાન્યતઃ બ્લેક વોટર પાણીમાં પાણીની તુલનામાં અનેક પ્રકારના મિનરલ્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, વિવિધ ખનીજોની ભરપૂર માત્રાને કારણે આ પાણીનો રંગ પણ કાળો થઈ જાય છે તેથી તેને કાળું પાણી કહેવામાં આવે છે. આજકાલ ધીમે ધીમે તમામ લોકોમાં બ્લેક વોટર નું ચલણ વધી રહ્યું છે.
બ્લેક વોટર એક ક્ષારયુક્ત પાણી છે તેને આલ્કલાઇન વોટર પણ કહેવામાં આવે છે. સામાન્ય પાણીની તુલનામાં તેમાં પ્રચુર માત્રામાં મિનરલ્સ આવેલા હોય છે તેમાં લગભગ 70 થી 80 પ્રકારના વિવિધ મિનરલ્સ ની હાજરી હોય છે. આ મિનરલસની હાજરીને કારણે આ પાણીની પીએચ વેલ્યુમાં પણ વધારો જોવા મળે છે જે શરીરને હાઇડ્રેટેડ રાખવાની સાથે સાથે એનર્જેટિક રાખવામાં પણ મદદગાર સાબિત થાય છે.
વિવિધ હેલ્થ એક્સપર્ટ ના જણાવ્યા મુજબ ક્ષારયુક્ત પાણી પીવાથી તે વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરે છે. અને શરીરની પીએચ વેલ્યુને બેલેન્સ કરવામાં પણ મદદ કરે છે. આમ શરીરનું પીએચ લેવલ બેલેન્સ રહેવાથી શરીરમાંથી ટોકસિંન આસાનીથી બહાર નીકળી જાય છે અને શરીરમાં રહેલી એસિડિકતાને પણ તે દૂર કરવામાં મદદરૂપ બને છે.
કાળા પાણીમાં વિવિધ માત્રામાં મિનરલ્સની હાજરીને કારણે તેની માંગમાં પણ વધારો થયો છે તો આવો જાણીએ કે આ કાળા પાણી પીવાથી શું શું ફાયદા થાય છે.
તે પાચન તંત્ર સુધારે છે. કાળા પાણીમાં રહેલ વિવિધ ખનીજ તત્વોને કારણે તે શરીરની પીએચ વેલ્યુ બેલેન્સ રાખવા માં મદદરૂપ થાય છે જેને કારણે તે શરીરને એસિડિક થતું અટકાવે છે આમ તે એસિડિટી, ગેસ, કબજિયાત જેવી વિવિધ સમસ્યાઓને રોકવામાં ખૂબ જ અસરકારક છે.
શરીરને હાઇડ્રેટેડ રાખવાની સાથે સાથે કાળા પાણીમાં રહેલા પ્રચુર માત્રામાં મિનરલ્સને કારણે તે શરીરને ઊર્જાવાન પણ બનાવે છે.
એવું કહેવાય છે કે સમગ્ર રોગોની શરૂઆત એ પાચનતંત્ર થી જ થાય છે જો પેટ સાફ તો હર રોગ માફ, પાચનતંત્રના સુધારાથી શરીરનું પોષણ પણ સુધરે છે જેથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ આપોઆપ સુધારવા લાગે છે.
કાળુ પાણી એ તમારા શરીરની પીએચ વેલ્યુ મેન્ટેન રાખવામાં ખૂબ જ મદદગાર બને છે જેને કારણે ત્વચાની ચમકમાં વધારો થાય છે અને વૃદ્ધત્વની પ્રક્રિયા ધીમી પાડે છે જેથી લોકો લાંબા સમય સુધી જુવાન દેખાઈ શકે.
આજના સમયમાં વિરાટ કોહલી હાર્દિક પંડ્યા મલાઈકા અરોરા ઉર્વશી રોતેલા શ્રુતિ હસન અનુષ્કા શર્મા જેવી વિવિધ રમત ગમત સાથે સંકળાયેલ હસ્તીઓ અને બોલીવુડ સ્ટાર પણ આ બ્લેક વોટર પીવે છે. જો કે આપ્રકારના પાણીમાં વિવિધ મિનરલ્સ હોવાને કારણે બ્લેક વોટર ડોકટરની સલાહ મુજબ જ લેવું જોઈએ.