ઓત્ઝી ધ આઇસમેન: જાણો 5300 વર્ષ જૂના માનવીના સબને મ્યુઝિયમમાં સાચવવા પાછળનું રહસ્ય ? - GkGujarat.in

વર્ષ 1991 ની આ વાત છે જ્યારે એરીકા અને હેલ્મુટ સાયમન નામનું એક કપલ પર્વતારોહણ માટે નીકળ્યું ત્યારે આલ્પ્સની પર્વત માળામાં 3210 મીટરની ઊંચાઈએ બરફની વચ્ચે જામી ગયેલો એક સદીઓ જૂનો માનવ મૃતદેહ મળી આવ્યો હતો. કે જેને આગળ જતા માનવીની અદ્ભુત પુરાતન શોધો માની એક ગણવામાં આવી. જે સ્થળેથી આ ઓત્ઝી મમી મળી આવ્યું હતું એ સ્થળ ઑસ્ટ્રિયા અને ઈટલીની સરહદ વચ્ચે આવેલું છે. શરૂઆતમાં તો એવું લાગ્યું હતું કે આ મૃતદેહ કોઈ પર્વતારોહકનો હશે, પરંતુ બાદમાં સંશોધન કરતા એવું માલુમ પડ્યું કે આ માનવ મૃતદેહ આજકાલનો નથી પરંતુ સદીઓ જુના પાષાણ યુગના માનવીનો છે. ત્યારબાદ સદીઓ જુના પાષાણ યુગના આ મૃતદેહને ઓત્ઝી એવું વિશિષ્ટ નામ આપવામાં આવ્યું.આ સંશોધન માટે નિમિત બનેલા એરિકા અને હેલમૂટ કપલને 2.48 લાખ ડોલરનું ઇનામ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

હાલ આ ઓત્ઝી મમી ઈટલીના સાઉથ ટાઇરોલના બોલઝાનો મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે, જેને જોવા માટે દર વર્ષે સેકડો લોકો આ મ્યુઝિયમની મુલાકાતે આવે છે. આ ઓત્ઝી મમિના શરીર પર નાના-મોટા એવા ફૂલ મળીને 61 જેટલા ટેટુ ચીતરેલા હતા. આ ટેટુ આજના આધુનિક પદ્ધતિથી કરવામાં આવાત ટેટુ કરતા અલગ જ હતા.જેમાં ચામડી કોતરીને આ ટેટુ બનાવવામાં આવતા હતા. આમ શરીરના અંગો પર ટેટુ ચીતરવાની પ્રથા કેટલી જૂની છે તેનું તારણ અહીથી મળી શકે. ઓત્ઝી આઇસમેનનું મૃત્યુ 45 વર્ષની ઉંમરે થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઓત્ઝીને સૌથી પ્રાચીન કુદરતી મમ્મી માનવામાં આવે છે. તેની ઊંચાઈ પાંચ ફૂટ અને ત્રણ ઇંચ હતી. વિવિધ સંશોધન મુજબ જાણવા મળ્યું કે આ ઓત્ઝી મમી ઇસવીસન પૂર્વે 3350 થી 3105 વચ્ચે જીવિત હતો.

ઓત્ઝી મમીનું મૃત્યુનું કારણ તેમના ખભા પર તીર વાગવાથી થયું હોય એમ પ્રાથમિક તારણોમાં જાણવા મળ્યું હતું. ઓત્ઝીના પાચનતંત્રના સૂક્ષ્મદર્શી વિશ્લેષણ બાદ જાણવા મળ્યું કે તેને ભારે ચરબીવાળું અને ભારે ભોજન આરોગ્ય હતું જેમાં હરણનું માસ અને ઘઉં હોય તેવું જણાતું હતું.તેના આતરડામાં જીવાણુઓના કેટલાક સમુદાયના પુરાવા પણ મળ્યા હતા. ઓત્ઝી મમ્મીમાં હાલના માનવીઓમાં જોવા મળતી શારીરિક રચનાઓ જેવી જ રચનાઓ જોવા મળતી હતી. તેમના દાંતમાં સડો હોય એવું માલુમ પડ્યું હતું, તેમજ બ્લડપ્રેશર અને હૃદય રોગ પ્રકારની સમસ્યાઓ પણ જોવા મળી હતી. રેડિયોલોજીસ્ટને તેમની હૃદયની ધમનીઓમાં કેલ્શિયમ જોવા મળ્યું હતું, કેલ્શિયમની હાજરી અને ગેરહાજરી સામાન્યતઃ હૃદય રોગ સાથે સંબંધ ધરાવતા હોવાનું માનવામાં આવે છે.

Also Read :  કીડીઓ હંમેશા લાઈનમાં જ કેમ ચાલે છે ? જાણો તેની પાછળનું રહસ્ય

સંશોધકોએ આટલેથી જ ન અટકતા તેઓ પાંચ હજારથી વધુ વર્ષ જૂનો માણસ કેવો લાગતો હશે તેની પણ આ મમ્મી પરથી કલ્પના કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ઓત્ઝીની શોધ એટલી મહત્વની ગણાતી હતી કે તે સમયે ઓસ્ટ્રેલિયા અને ઈટલી વચ્ચે આ ઓત્ઝી મમી માટે વિવાદ પણ શરૂ થયો હતો. લાંબી ખેચતાણ બાદ અંતે સર્વેક્ષણમાં એવું જાણવા મળ્યું કે ઓત્ઝી એ ઈટલી ની સરહદ તરફ 96 મીટર જેટલા અંદરના વિસ્તારમાં મળી આવ્યો હતો આથી કાયદેસર રીતે આ ઓત્ઝી મમીનું હકદાર ઈટલી ગણાય.ઓત્ઝી મમીની શોધ એક એવી શોધ હતી જેના પર આખી દુનિયાને રસ હતો. આ મમીની થ્રીડી પ્રિન્ટરની મદદથી રેપ્લીકાઓ પણ તૈયાર કરવામાં આવી હતી.

મમીના શરીરની સાચવણીમાં પણ વિશેષ ધ્યાન આપવામાં આવે છે જેમ કે તેને જંતુમુક્ત રાખવા માટે તેમાં ખાસ પ્રકારની દવાઓનો છંટકાવ કરવામાં આવે છે તેમજ તેમના શરીરને 99% ભેજ ધરાવતા બરફવાળા રૂમમાં રાખવામાં આવે છે. હાલ આ મમ્મીને ખૂબ જ કાળજીપૂર્વક સાચવવામાં આવી રહ્યું છે. તેને સામાન્ય વાતાવરણમાં ભાગ્યે જ લઈ જવામાં આવે છે.