જાણો નવરાત્રીના બીજા નોરતે થતી બ્રહ્મચારિણી માતાની પૂજાનું મહત્વ - GkGujarat.in

વિશ્વના સૌથી લાંબા એવા નવલા નોરતાનો આજે બીજો દિવસ છે. શું તમે જાણો શા માટે આજના દિવસે માતા બ્રહ્મચારીણીની પૂજા કરવામાં આવે છે ? ઇતિહાસમાં તેમનું શું મહત્વ છે ? આ સંપૂર્ણ માહિતી આપણે આ પોસ્ટમાં મેળવિશું.

સૌપ્રથમ આપને જણાવી દઈએ કે માતા બ્રહ્મચારીણીએ માતા સતી પાર્વતીનું જ બીજું સ્વરૂપ છે. સફેદ વસ્ત્રોમાં બિરાજમાન માતા બ્રહ્મચારીણીએ માં નવદુર્ગાના નવ અવતારો માનો એક અવતાર છે. આ નવ અવતારોમાં શેલ પુત્રીમાં, બ્રહ્મચારીણીમાં, ચંદ્રઘટામાં, કુષ્માંડામાં, સ્કંદ માતામાં, કાત્યાયીનીમાં, મહાગૌરીમાં, સિદ્ધિદાત્રીનીમાં તેમજ કાલરાત્રીમાં નો સમાવેશ થાય છે. પ્રથમ દિવસે મા સેલ પુત્રીની પૂજા કર્યા બાદ નવરાત્રિના બીજા દિવસે દુર્ગા ભક્તો માં બ્રહ્મચારીણીની પૂજા કરે છે.

માતા બ્રહ્મચારીણીએ આમ તો દેવી પાર્વતીનો જ એક અવતાર છે. પરંતુ માતા બ્રહ્મચારીણીએ દેવી પાર્વતીના અવિવાહિક સ્વરૂપને ઉજાગર કરે છે. તે સફેદ વસ્ત્રો પહેરે છે અને ઉઘાડ પગે ચાલે છે. તે જમણા હાથમાં રુદ્રાક્ષની માળા અને ડાબા હાથમાં કમંડળ ધરાવે છે.

તેમના જમણા હાથમાં રહેલ રુદ્રાક્ષની માળા તેમના જીવન દરમિયાન ભગવાન શિવને તેમના પતિ તરીકે રાખવાની તેમની તપસ્યાનું પ્રતીક છે. જ્યારે તેમના ડાબા હાથમાં રહેલું પાણીનું કમંડળ એ તેમની તપસ્યાના છેલ્લા વર્ષો દરમિયાન તેમની પાસે માત્ર પાણી જ હતું બીજું કંઈ ન હતું એ વાતનું પ્રતીક છે.

પૌરાણિક કથાઓ અનુસાર :

પૌરાણિક કથાઓ મુજબ એવું માનવામાં આવે છે કે માતા બ્રહ્મચારીણી એ ભગવાન મંગળને નિયંત્રિત કરે છે. તેમના શરીર સાથે જોડાયેલું કમળ એ શાણપણનું પ્રતીક છે જ્યારે તેમની સફેદ સાડી એ શુદ્ધતાનું પ્રતિક છે. પૌરાણિક કથાઓ મુજબ નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારીણીની પૂજા કરવાથી સંયમ, ત્યાગ, વૈરાગ્ય જેવા ગુણો વધે છે.

Also Read :  નવરાત્રી ૨૦૨૨ દિવસ ૭ : જાણો શત્રુથી મુક્તિ માટે કરવામાં આવતી માં કાલરાત્રિની પૂજા વિધિ, મંત્ર, ઉપાસના અને સમય

બ્રહ્મચારીણી માતાની પૂજા પદ્ધતિ :

નવરાત્રિના બીજા દિવસના પાવન અવસર પર માતા બ્રહ્મચારીણીની પૂજા અર્ચના કરવામાં આવે છે. માઈ ભક્તો ભગવાન શિવ સાથે માતા બ્રહ્મચારીણીની પૂજા કરે છે અને ઉપવાસ પણ રાખે છે. માતાની પૂજા વિધિમાં એક કલસમાં દેવીને ચમેલીના ફૂલ, ચોખા અને ચંદન અર્પણ કરવામાં આવે છે. તેમને દહીં દૂધ અને મધથી પણ અભિષેક કરવામાં આવે છે. ત્યારબાદ તેમની આરતી અને મંત્ર જાપ કરવામાં આવે છે. તેમના પ્રસાદમાં દેવીને સાકરનો વિશેષ ભોગ પણ ચઢાવવામાં આવે છે.

બ્રહ્મચારીણી માતાના મંત્ર

ओम देवी ब्रह्मचारिण्यै नमःदधना करपद्माभ्यामक्षमाला तपश्चारिणी तुम्ही तापत्रय निवारण ब्रह्मरूप .

कमंडलु देवी प्रसीदतु मई ब्रह्मचारिण्यनुत्तमा