નવરાત્રી ૨૦૨૨ દિવસ ૭ : જાણો શત્રુથી મુક્તિ માટે કરવામાં આવતી માં કાલરાત્રિની પૂજા વિધિ, મંત્ર, ઉપાસના અને સમય

નવરાત્રી નો સાતમો દિવસ એટલે માં કાલરાત્રી નો દિવસ, નવરાત્રી નો સાતમો દિવસ દેવી કાલરાત્રીને સમર્પિત છે, જે નવ દુર્ગાના નવ સ્વરૂપો માનુ એક સ્વરૂપ છે. નવદુર્ગાના નવ સ્વરૂપોમાં આ સૌથી ઉગ્ર સ્વરૂપ છે.

નવરાત્રીના સાતમા દિવસે સપ્તમી તિથિ પર માં કાલ રાત્રીની પૂજા કરવામાં આવે છે. દુષ્ટ, અસુર રાક્ષસો અને નકારાત્મક ઊર્જાનો નાશ કરનારી આ દેવીના આગમનથી દુશ્મનો ભયથી કંપી ઊઠે છે.કાલરાત્રી માના શ્યામ રંગને કારણે તેને કાલ રાત્રિના નામથી પૂજવામાં આવે છે. કાલ રાત્રી દેવીમાના ગળામાં તે વીજળીની માળા પહેરે છે. વળી કાલરાત્રિ દેવી માનું આ ઉગ્ર સ્વરૂપ તેના ભક્તો પ્રત્યે અત્યંત દયાળુ છે. મા કાલરાત્રીની ઉપાસના કરવાથી ભક્તો પર આવતી દરેક પ્રકારની મુશ્કેલી, શત્રુનો ભય અને નકારાત્મકતાનો પ્રભાવ દૂર થાય છે.

રાત્રિનો સમય દેવી કાલરાત્રીને સમર્પિત છે તેથી તેમની રાત્રિ દરમિયાન થતી પૂજા અને સાધનાનો ભક્તોને વિશેષ લાભ મળે છે.માં કાલરાત્રીની રાત્રિ દરમિયાન થતી પૂજા વિધિ દરમિયાન તેને મંત્રોનો જાપ કરતી વખતે પશ્ચિમ દિશામાં બેસીને તેમના દેવતાનું ધ્યાન કરી સાત્વિક ભોજન આરોગવું જોઈએ. આ સમયે માં કાલરાત્રી ને “ઓમ હ્રીં કલી ચામુંડાઈ વિચે ઓમ કાલરાત્રી દેવી નમઃ” મંત્ર બોલી આરાધના કરવી જોઈએ.

નવરાત્રીના સાતમો દિવસ એટલે કે મહાસપ્તમી, આ દિવસે દેવી કાલરાત્રીની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય સવારે 4:00 થી સવારે 6:00 વાગ્યા સુધીનો છે. સવારે સ્નાન કર્યા પછી દેવીને સરસવના તેલનું અભિષેક કરવાથી શત્રુઓ શાંત થાય છે. ગોળમાંથી બનેલું ભોજન એ દેવી કાલરાત્રીને ખૂબ જ પ્રિય છે. અને તેનાથી ઘરમાં શાંતિ રહે છે. મા કાલ રાત્રીની પૂજા કરવાથી શનિ ગ્રહ સંબંધિત દોષો પણ દૂર થાય છે અને શનિ મહારાજની કૃપા પ્રાપ્ત થાય છે. મા કાલરાત્રિની વિશેષ પૂજામાં ચાંદીથી બનેલી આંખો અર્પણ કરવાથી ભક્તોનો પરિવાર સુરક્ષિત અને દયાળુ રહે છે.

Also Read :  જાણો નવરાત્રીના બીજા નોરતે થતી બ્રહ્મચારિણી માતાની પૂજાનું મહત્વ

Leave a Comment