RBI એ રેપોરેટમાં ૫૦ BPS નો વધારો કર્યો : જાણો ઘર, કાર અને પર્સનલ લોન EMI પર કેટલી થશે અસર ? - GkGujarat.in


30 9 2022 ના રોજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપોરેટના દરમાં 50 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો હતો.જેથી રેપોરેટનો નવો દર 5.90% સુધી પહોંચ્યો. રેપોરેટના આ વધારા સાથે ગૃહ લોન, કાર લોન, પર્સનલ લોન તેમજ વિવિધ લોનનાં ઈએમઆઈમાં પણ વધારો થવાની શક્યતાઓ રહેલી છે. સેન્ટ્રલ બેન્કે મે મહિનાથી અત્યાર સુધીમાં સતત ચોથી વાર રેપોરેટનો દર વધાર્યો છે.

RBI એ રેપોરેટમાં ૫૦ BPS નો વધારો કર્યો.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના ગવર્નર શશીકાંત દાસે મોનેટરી પોલીસી કમિટીના નિર્ણયોની જાહેરાત કરતા જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપોરેટ દર( પ્રાઇમ લેન્ડિંગ રેટ) માં 50 બેઝિસ પોઇન્ટનો વધારો કરીને નવો દર 5.90 ટકા કર્યો છે. રેપોરેટમાં સતત ચોથી વાર થઈ રહેલો આ વધારો એ ફુગાવાના સ્તરના લક્ષને કાબુમાં રાખવા માટે કરવામાં આવ્યો છે. મોનેટરી પોલીસી કમિટીએ તેમની કમિટીના છ સભ્ય માથી પાંચની બહુમતીથી રેપોરેટ દરમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો.

આરબીઆઈ ગવર્નર શશીકાંત દાસે આ રેપોરેટના દરના વધારા સાથે જણાવ્યું હતું કે રેપોરેટના આ દરનો વધારાનો નિર્ણય માત્ર ફુગાવાના સ્થળને અંકુશમાં લાવવાનો જ નહીં પરંતુ વૈશ્વિક કેન્દ્રીય બેંકો દ્વારા તાજેતરમાં જ બેંક દરમાં લાગુ પાડવામાં આવેલા વધારાના કારણે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં શશીકાંત દાસે એમ પણ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ એ તાજેતરમાં જ બે મોટા આંચકાઓ જોયા છે જેમાં સૌપ્રથમ કોવિડ રોગચાળો અને ત્યારબાદ યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ. આમ પશ્ચિમી દેશોની કેન્દ્રીય બેંકો દ્વારા ફુગાવાને કંટ્રોલ કરવાની આક્રમક નીતિઓના કારણે રેપોરેટ દરમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

શશીકાંત દાસી વધુમાં જણાવતા ઉમેર્યું હતું કે વૈશ્વિક મંદીની આશંકા હોવા છતાં ભારતનું અર્થતંત્ર સ્થિતિસ્થાપક રહ્યું છે.અર્થશાસ્ત્રીઓના મત મુજબ વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે રેપોરેટમાં 50 બેઝિસ પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો છે.

રેપોરેટ દરના આ વધારા સાથે ગૃહ લોન, કાર લોન પર્સનલ લોન તેમજ વિવિધ લોન પરના EMI પણ વધવાની શક્યતાઓ છે, જેથી પર્સનલ લોન કાર લોન અને હોમ લોન પણ મોંઘી બનશે જેનું સીધું જ કારણ છે કે બેંકો માટે ઋણનો ખર્ચ વધશે જેના કારણે ધિરાણના દરમાં પણ વધારો થશે.શશીકાંત દાસ દ્વારા મોનેટરી પોલીસી કમિટીના નિર્ણયની જાહેરાત થઈ તે પહેલા જ ભારતીય બજારો નીચે ખુલ્યા હતા.

કેન્દ્રીય બેન્ક દ્વારા રેપોરેટરમાં કરવામાં આવેલા વધારાને ઉદ્યોગ જગત દ્વારા કેવો પ્રતિસાદ મળ્યો તે જોઈએ.
નેસ્ટ વે ટેકનોલોજીસ ના સ્થાપક અને સીઈઓ અમરેન્દ્ર સાહુએ જણાવ્યું હતું કે રેપોરેટના દરમાં વધારો એ EMI પર નવું ઘર ખરીદનારાઓ માટે ભાવમાં વધારો કરશે.
સામંતક દાસ (અર્થશાસ્ત્રી) એ જણાવ્યું હતું કે રેપોરેટમાં વધારો તે રિયલ એસ્ટેટ સેક્ટર માટે સારો સંકેત આપતો નથી કારણ કે તે મોર્ટગેજના દરમાં વધારો કરશે.
આ ઉપરાંત એન્જિનિયરિંગ નિકાસકારોનીસંસ્થા EEPC ઇન્ડિયા ના ચેરમેન મહેશ દેસાઈએ બેંક રેપોરેટ ના દરમાં બેક ટુ બેક થઈ રહેલા વધારા અંગે જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં એન્જિનિયરિંગની નિકાસમાં સીપમેન્ટમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો જે આગળના મુશ્કેલ સમયનો સંકેત આપે છે.

આ પોસ્ટ પણ તમને વાચવી ગમશે