Gharghanti Sahay Yojana 2023 Gujarat: ઘરઘંટી સહાય યોજના હેઠળ રૂ. ૧૫,૦૦૦ ની સહાય મળશે - GkGujarat.in

Gharghanti Sahay Yojana 2023 Gujarat: ઘરઘંટી સહાય યોજના હેઠળ રૂ. ૧૫,૦૦૦ ની સહાય મળશે

Gharghanti Sahay Yojana 2023 Gujarat: ઘરઘંટી સહાય યોજના હેઠળ રૂ. ૧૫,૦૦૦ ની સહાય મળશે: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નાગરિકોના કલ્યાણ અને હિતને ધ્યાનમાં રાખીને અવનવી યોજનાઓ અત્યાર સુધી બહાર પાડતી રહી છે જેમ કે વિદ્યાર્થીઓ માટે નમો ટેબલેટ યોજના, ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સહાય યોજના, દીકરીઓ માટે બ્યુટી પાર્લર સહાય યોજના, મહિલાઓ માટે સિવણ યોજના, વિવિધ 27 ઉદ્યોગોની સહાય માટે માનવ કલ્યાણ યોજના, મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના, હેર કટીંગ સહાય યોજના, પેપર કપ અને ડીસ બનાવવા માટે મશીન સહાય યોજના એવી જ રીતે આજે આપણે ઘરઘંટી સહાય યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છે. તો આ લેખમાં આ યોજનાની તમામ માહિતી આપવામાં આવી છે તો આ લેખના અંત સુધી અમારી જોડે બન્યા રહો.

gharghanti sahay yojana 2023 gujarat

Gharghanti Sahay Yojana 2023 Gujarat

સમાજમાં પછાત અને આર્થિક રીતે નબળા લોકોને ધંધા વ્યવસાય કરીને સ્વરોજગારી મેળવવી તે ખૂબ જ જરૂરી છે જેમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર માનવ કલ્યાણ યોજના અને માનવ ગરિમા યોજના હેઠળ વિવિધ સાધન માટે સહાય આપવામાં આવે છે. તો આજે આપણે ઘરઘંટી સહાય યોજના વિશે વાત કરી રહ્યા છે તો ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન થઈ રહ્યો હશે કે આ લાભ કોને મળશે?, ઘરઘંટી સહાય સહાય યોજના માટેની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી પડશે?, આ યોજના માટેની લાયકાતો શું છે?, લાભ કેવી રીતે મળશે? અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તેની આ માહિતી આ લેખમાં આપવામાં આવી છે અને તેની વિગતવાર આપણે ચર્ચા અહીં કરીશું.

ઘરઘંટી સહાય યોજનાનો યોજનાનો હેતુ

ગુજરાતના તમામ નાગરિકોને રોજગારી મળે તે ખૂબ જ જરૂરી છે અને માનવ ગરિમા યોજના હેઠળ વિવિધ સાધન સહાય યોજના આપવામાં આવે છે. યુવાઓ અને યુવતીઓ પોતાની આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે અત્યારના સમયમાં ખૂબ જ જરૂરી છે. આ યોજના હેઠળ અલાયકાત અને પાત્રતા ધરાવતા ઉમેદવારોને ઘરઘંટી આપવામાં આવે છે જેથી તે પોતાનું એક વ્યવસાય સ્થાપિત કરી શકે છે અને મૂડી કમાઈ શકે છે. આ સહાય મળવાથી લાભાર્થીઓ ગ્રામ્ય વિસ્તાર કે શહેર વિસ્તારમાં અનાજ દળવાનો ધંધો ચાલુ કરી શકે.

Also Read :  LIC Aam Admi Bima Yojana: Claim form, Eligibility & Apply online

ગુજરાત સરકાર આ યોજનાના ભાગરૂપે રાજ્યના લોકોને મફત ઘરઘંટી આપશે. આ યોજનામાં રાજ્યના ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારના આર્થિક રીતે વંચિત વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવશે. આ યોજના દ્વારા રાજ્યના ગરીબોને રોજગારની તકો આપવામાં આવશે. ગુજરાત સરકાર ઘરઘંટી સહાય યોજના 2023 ના ભાગ રૂપે અરજી કરનાર લોકોને Rs. 15,000/- સહાય કરશે. આ યોજના દ્વારા રાજ્યના નાગરિકોમાં રોજગારીને પ્રોત્સાહિત કરવા અને તેમને આત્મનિર્ભર બનવા માટે સશક્ત બનાવવા માટે ઉપયોગી થશે.

ઘરઘંટી સહાય યોજના હેઠળ કેટલા રૂપિયાની સહાય મળશે ?

માનવ કલ્યાણ યોજના હેઠળની આ ઘરઘંટી સહાય યોજનામાં અનાજ દળવા માટે અને નવો ધંધો લાભાર્થીઓ શરૂ કરી શકે તે માટે રૂપિયા 15,000 ની સહાય આપવામાં આવશે.

આ ઘરઘંટી સહાય યોજના દ્વારા મજૂર મહિલાઓ આ સહાય મેળવીને પોતાની અને પોતાના પરિવારની કમાણીમાં વધારો કરી શકે છે અને સારી રીતે સંભાળ રાખી શકશે.

ઘરઘંટી સહાય યોજનાના લાભો

ઘરઘંટી સહાય યોજના 2023 હેઠળ તમને ક્યાં ક્યાં લાભ મળશે તેની વિગતવાર ચર્ચાનીચેના ટોપીકમાં કરવામાં આવી છે:

  • ઘરઘંટી સહાય યોજના હેઠળ ગુજરાતની તમામ મહિલાઓને આ લાભ અને સહાય મળશે
  • આ યોજના હેઠળ ગુજરાતના યુવાઓને પણ આ લાભ મળશે.
  • ઘરઘંટી સહાય યોજના મેળવી યુવકો અને યુવતીઓ પોતાનો ધંધો ચાલુ કરી શકે છે.
  • આ લાભ મળવાથી ગુજરાતના યુવાનો રોજગારી મેળવી શકશે અને પોતાની અને પોતાના પરિવારની કમાણીમાં વધારો કરી શકશે..

ઘરઘંટી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમારે પણ ઘરઘંટી સહાય યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો નીચે આપેલા ડોક્યુમેન્ટની જરૂર પડશે:

  • અરજી કરનારનું આધાર કાર્ડ
  • જન્મ તારીખનો દાખલો
  • રેશનકાર્ડ/ ઝેરોક્ષ
  • રહેઠાણનો પુરાવો
  • વીજળી બિલની નકલ
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • અરજી કરનારનું ચુંટણીકાર્ડ
  • પ્રોપર્ટીકાર્ડ જમીનના દસ્તાવેજ માટે કોઈપણ એક
  • અરજી કરનારનો ચાલુ મોબાઇલ નંબર
  • અરજદારનું વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • અભ્યાસની માર્કશીટ
Also Read :  LIC AAO Recruitment 2023 for 300 Posts

ઘરઘંટી સહાય યોજના 2023 માં અરજી કેવી રીતે કરવી?

  • સૌથી પહેલા તમારે ઈ-કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશ્નરની ઓફિશિયલ વેબસાઇટ e-kutir.gujarat.gov.in ની મુલાકાત લેવાની રહેશે.
e-kutir.gujarat.gov.in official website
  • આ પછી તમારી ડિસ્પ્લેની સામે વેબસાઈટનું હોમ પેજ ખુલશે.
  • હોમ પેજ પર તમને “Commissioner of Cottage and Rural Industries” નું ઓપ્શન દેખાતું હશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કરતાની સાથે જ તમને યોજનાઓના નામ અને લિસ્ટ દેખાશે, તેમાં તમારે માનવ કલ્યાણ યોજનાની સામે ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કરતાની સાથે જ તમારી સામે અરજીની સંપૂર્ણ માહિતી અને અરજી ફોર્મની PDF ખુલશે.
  • આ પેજ પર તમારે માંગેલી તમામ જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે.
  • બધી માહિતી દાખલ કર્યા પછી તમારે તમારા ડૉક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • છેલ્લે તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • સબમિટ પર ક્લિક કરશો એટલે તમારી અરજી સંપૂર્ણ પણે સબમિટ થયેલી ગણાશે.

મહત્વની લિંક

માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ પીડીએફઅહી ક્લિક કરો
GkGujarat હોમપેજઅહી ક્લિક કરો

ઘરઘંટી સહાય યોજના 2023 વિશે વારંવાર પૂછાયેલા પ્રશ્નો

1. ઘરઘંટી સહાય યોજના 2023 માં ફોર્મ ભરવાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે?

  • ઘરઘંટી સહાય યોજનામાં ફોર્મ ભરવાની ઓફિશિયલ વેબસાઇટ e-kutir.gujarat.gov.in છે.

2. આ યોજનામાં કોણ કોણ અરજી કરી શકે છે?

  • આ યોજનામાં ગુજરાત રાજ્યના યુવાનો-યુવતીઓ અરજી કરી શકે છે.

3. આ યોજના હેઠળ કુલ કેટલી રકમની સહાય આપવામાં આવે છે?

  • આ યોજના હેઠળ કુલ રૂ. ૧૫,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.

1 thought on “Gharghanti Sahay Yojana 2023 Gujarat: ઘરઘંટી સહાય યોજના હેઠળ રૂ. ૧૫,૦૦૦ ની સહાય મળશે”

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો