Army TGC 138 Recruitment 2023: આવેદન ૧૮ તારીખથી શરૂ, અરજી કરો અહિથી: ભારતીય સેનાએ ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ 138 કોર્સ જાન્યુઆરી 2024 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આર્મી ટીજીસી 138 ભરતી 2023 માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. આર્મી TGC 138 ભરતી 2023 માટે ઑનલાઇન અરજી કરવાની પ્રક્રિયા અને સીધી લિંક નીચે ઉપલબ્ધ કરવામાં આવી છે. તમે ભારતીય આર્મી TGC 138 ભરતી 2023 માટે 18 એપ્રિલથી 17 મે 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકો છો. પાત્રતા, વય મર્યાદા, પગાર, છેલ્લી તારીખ, અરજી ફી અને તમામ વિગતો નીચે આપેલ છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા એકવાર ઓફિશિયલ નોટિફિકેશન જરૂર વાંચી લેવું.
ભારતીય આર્મી TGC 138 ભરતી માટે અરજી કરનાર પાત્ર ઉમેદવારોની વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, પગાર અને ભરતી સંબંધિત માહિતી નીચે આ પેજ પર આપવામાં આવી છે.

Army TGC 138 Recruitment 2023
કુલ જગ્યાઓ
- આ ભરતીમાં કુલ 40 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
પોસ્ટનું નામ
- ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ
શૈક્ષણિક લાયકાત
- ઇન્ડિયન આર્મી ટીજીસી 138 ભરતી માટે, ઉમેદવાર પાસે એન્જિનિયરિંગની ડિગ્રી હોવી આવશ્યક છે.
વય મર્યાદા
ભારતીય આર્મી TGC 138 ભરતી માટે અરજી કરનાર અરજદારની વય મર્યાદા 20 વર્ષથી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ (02 જુલાઈ 1996 અને 01 જુલાઈ 2003 વચ્ચે જન્મેલા ઉમેદવારો, બંને તારીખો સહિત). જ્યારે અનામત વર્ગોને સરકારના નિયમ મુજબ મહત્તમ વયમાં છૂટછાટ આપવામાં આવશે. અરજીની 1લી જાન્યુઆરી 2024ના રોજ ઉંમરની ગણતરી કરવામાં આવશે.
અરજી ફી
આર્મી ટીજીસી 138 નોટિફિકેશન મુજબ તમામ કેટેગરીના ઉમેદવારોને અરજી ફીમાં મુક્તિ આપવામાં આવી છે. એટલે કે, તમે મફતમાં અરજી કરી શકો છો.
આ પણ વાંચો >>> Army CSBO Recruitment 2023: કુલ ૫૩ જગ્યા પર ભરતી જાહેર
પસંદગી પ્રક્રિયા
ભારતીય સૈન્ય TGC માટે ઉમેદવારોની પસંદગી શોર્ટલિસ્ટ, પરીક્ષા, ઇન્ટરવ્યુ, દસ્તાવેજ ચકાસણી અને મેડિકલના આધારે કરવામાં આવશે.
- ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ
- ssb ઇન્ટરવ્યુ
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી તપાસ
અરજી કેવી રીતે કરવી?
આર્મી ટીજીસી 138 ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા નીચે આપેલ છે. ઉમેદવારો નીચે આપેલ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયાને અનુસરીને ભારતીય આર્મી TGC 138 ભરતી માટે ઑનલાઇન અરજી કરી શકે છે.
- સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ ખોલો.
- આ પછી તમારે હોમ પેજ પર રિક્રુટમેન્ટ સેક્શન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારે આર્મી ટીજીસી 138 ભરતી પર ક્લિક કરવાનું રહેશે.
- આ પછી, આર્મી ટીજીસી 138 ભરતીની સત્તાવાર સૂચના ધ્યાનથી વાંચવી પડશે.
- ત્યારબાદ ઉમેદવારે Apply Online પર ક્લિક કરવાનું રહેશે.
- આ પછી, ઉમેદવારે અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી કાળજીપૂર્વક ભરવાની રહેશે.
- પછી તમારા જરૂરી દસ્તાવેજો, ફોટો અને સહી અપલોડ કરો.
- અરજીપત્રક સંપૂર્ણ ભર્યા પછી, તેને ફાઈનલ સબમિટ કરવાનું રહેશે.
- અંતે, તમારે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લેવી પડશે અને તેને સુરક્ષિત રાખવી પડશે.
મહત્વની તારીખ
- અરજીની ઓનલાઈન નોંધણીની શરૂઆતની તારીખ : 18/04/2023
- ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 17/05/2023
મહત્વની લિંક
શોર્ટ નોટિફિકેશન ડાઉનલોડ કરો | અહી ક્લિક કરો |
GkGujarat હોમપેજ | અહી ક્લિક કરો |
1 thought on “Army TGC 138 Recruitment 2023: આવેદન ૧૮ તારીખથી શરૂ, અરજી કરો અહિથી”