અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 650 સ્ટાફ નર્સની જગ્યા પર ભરતી જાહેર : તાજેતરમાં જ ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડાયસીસ અને રિચાર્જ સેન્ટર એટલે કે IKDRC સિવિલ હોસ્પિટલ દ્વારા 650 સ્ટાફ નર્સ (ક્લાસ-3) ની ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં એસસી, એસટી, એસસીબીસી, જનરલ, એક્સ સર્વિસમેન, પીએચમાંથી બિલોંગ કરતા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. આ ભરતીમાં ફોર્મ ભરવાના 15/04/2023 થી શરૂ થઈ ગયા છે અને તેની છેલ્લી તારીખ 16/05/2023 છે. IKDRC ની ઓફિસિયલ વેબસાઈટ ઉપરથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જેની ડાયરેક્ટ લીંક નીચેની પોસ્ટમાં આપવામાં આવી છે.
વધારે માહિતી જેવી કે ઉમર ધોરણ, લાયકાત, પગાર, છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા, અરજી કેવી રીતે કરવી? વગેરે જેવી માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન ચકાશી શકો છો.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 650 સ્ટાફ નર્સની જગ્યા પર ભરતી જાહેર
કુલ જગ્યાઓ
કુલ 650 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે.
- SC : 45 જગ્યાઓ
- ST : 126 જગ્યાઓ
- SEBC : 181 જગ્યાઑ
- જનરલ (EWS) : 69 જગ્યાઓ
- જનરલ : 650 જગ્યાઓ
- PH : 26 જગ્યાઓ
પોસ્ટનું નામ
- સ્ટાફ નર્સ (ક્લાસ-3)
શૈક્ષણિક લાયકાત
[A] ઉમેદવારે બેઝિક B.Sc પાસ કરેલ હોવો જોઈએ. ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી (નર્સિંગ) ડિગ્રી હોવી જોઈએ. અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ/અથવા ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી (GNM) મેળવેલ હોય અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતો હોય તો પસંદ કરેલ ઉમેદવારે તેની સાથે નોંધણી કરાવવી જરૂરી રહેશે. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજિસ્ટર્ડ નર્સ અથવા રજિસ્ટર્ડ મિડવાઇફ તરીકે અથવા ગુજરાત નર્સ, મિડવાઇવ્સ અને હેલ્થ વિઝિટર એક્ટ, 1968 હેઠળ, અરજી સમયે સમકક્ષ.
[B] ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 માં સૂચવ્યા મુજબ કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
[C] ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
આ ભરતીમાં ફોર્મ ભરવાનું ચુકતા નહિ >> AIIMS માં નર્સિંગ ઓફિસર માટે 3055 જગ્યાઓ પર ભરતી જાહેર
ઉમર મર્યાદા
- ઉમેદવારની મહતમ વયમર્યાદા 40 વર્ષ હોવી જોઈએ.
- ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. અરજીની પ્રાપ્તિની છેલ્લી તારીખે ઉંમરની ગણતરી કરવામાં આવશે
પગાર ધોરણ કેટલું રહેશે?
- પગાર 29,200 થી 92,300 ની વચ્ચે રહેશે.
વય મર્યાદામાં છૂટછાટ
- મૂળ ગુજરાતના જ્ઞાતિ, જાતિ, સામાજિક રીતે પછાત, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોના કિસ્સામાં ઉપલી વય મર્યાદામાં પાંચ (5) વર્ષની છૂટ નિયમો મુજબ આપવામાં આવશે.
- 40% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા ઉમેદવારોને 10 વર્ષની ઉચ્ચ વયની છૂટછાટ આપવામાં આવશે.
- ઉપલી વય મર્યાદામાં છૂટછાટ સાથે તમામ અનામત વર્ગના ઉમેદવારો કોઈપણ સંજોગોમાં 45 વર્ષથી વધુ ન હોવા જોઈએ.
અરજી ફી
- અરજી કરનાર દરેક ઉમેદવાર માટે અરજી ફી. રૂ. 1000/- ચૂકવવાના રહેશે અને ચુકવણી ઓનલાઈન કરવાની રહેશે.
- જે ઉમેદવારો ઓનલાઈન ફી ભરે છે તેઓએ ફીની ચુકવણીની ઍક્સેસ જાળવવી આવશ્યક છે.
- ફીની ચુકવણી પછી કોઈપણ સંજોગોમાં રિફંડ મળશે નહીં.
- અરજી ફી ભર્યા પછી, ઉમેદવારને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા સૂચિત કરવામાં આવશે.
પસંદગી કઈ રીતે થશે?
- ઉમેદવારોની પસંદગી કઈ રીતે કરવી તેની માહિતી ઓફિશિયલ વેબસાઇટ ઉપર અપડેટ કરી દેવામાં આવશે..
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરવાની ઓફિશિયલ વેબસાઇટ https://ikdrc-its.org છે.
મહત્વની તારીખો
- ફોર્મ ભરવાના શરૂ ક્યારે થયા છે? : 15/04/2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16/05/2023
મહત્વની લિંક
ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરો | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
2 thoughts on “અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 650 સ્ટાફ નર્સની જગ્યા પર ભરતી જાહેર”