CRPF Constable Recruitment 2023: 10 પાસ માટે GD Constable ની 1,29,929 જગ્યાઓ પર ભરતી માટેનું નોટિફિકેશન જાહેર - GkGujarat.in

CRPF Constable Recruitment 2023: 10 પાસ માટે GD Constable ની 1,29,929 જગ્યાઓ પર ભરતી માટેનું નોટિફિકેશન જાહેર

CRPF Constable Recruitment 2023: 10 પાસ માટે જીડી કોન્સ્ટેબલની 1,29,929 જગ્યાઓ પર ભરતી: CRPF Constable Recruitment 2023: 10 પાસ માટે જીડી કોન્સ્ટેબલની 1,29,929 જગ્યાઓ પર ભરતી10 પાસ ઉમેદવારો માટે સુવર્ણ તકઃ CRPFમાં નોકરીની તક શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે કારણ કે ટૂંક સમયમાં CRPFમાં 1,29,929 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જેમાં 1,25,262 પુરુષની જગ્યાઓ અને 4,667 જગ્યાઓ મહિલા માટે ભરવામાં આવશે.

કોન્સ્ટેબલની પોસ્ટ માટેનો પગાર 21,700 રૂપિયાથી 69,100 રૂપિયા પ્રતિ મહિને હશે. આ ભરતી કોન્સ્ટેબલ (જનરલ ) ની પોસ્ટ માટે છે. માત્ર ભારતીય નાગરિકો જ ઉમેદવારી માટે અરજી કરી શકે છે (કોન્સ્ટેબલની 1.30 લાખ જગ્યાઓ). નેપાળ અને ભૂટાનના નાગરિકોને રોજગારમાં પ્રાધાન્ય આપવામાં આવશે નહીં. આ સિવાય જે ઉમેદવારોની ઉંમર 18 થી 23 વર્ષની છે તેઓ પણ કોન્સ્ટેબલની પોસ્ટ માટે અરજી કરી શકે છે.

crpf-recruitment-2023-for-129929-constable-posts-10th-pass-can-apply-online

CRPF Constable Recruitment 2023

કુલ જગ્યાઓ

  • CRPF માં કુલ 1,29,929 જગ્યાઓ પર ભરતી બહાર પડશે

પોસ્ટનું નામ

  • સીઆરપીએફ માં કુલ 1,29,929 જગ્યાઓ પર ભરતી બહાર પડશે જેમાં 125262 પુરુષની જગ્યાઓ અને 4667 જગ્યાઓ મહિલા માટેની છે.

CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 માટેની શૈક્ષણિક લાયકાત

  • આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારે માન્ય બોર્ડ/સંસ્થામાંથી ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ
  • શૈક્ષણિક લાયકાત અંગેની વધારે માહિતી વાંચવા માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી શકો છો જે નીચે આપવામાં આવેલું છે.

આ પણ જુઓ >> Gujarat High Court Recruitment 2023: આસિસ્ટન્ટ અને કેશિયરની 1855 જગ્યાઓ પર ભરતી જાહેર

ઉમર ધોરણ

CRPF ની ભરતીમાં ફોર્મ ભરવા માટે ઓછામાં ઓછી ઉમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉમર 23 વર્ષ રાખવામાં આવી છે. આ ભરતીમાં ઉંમરની ગણતરી અરજીની છેલ્લી તારીખને આધાર તરીકે ધ્યાનમાં લઈને કરવામાં આવશે. આ સિવાય OBC, EWS, SC, ST અને અનામત વર્ગોને સરકારના નિયમો અનુસાર મહત્તમ વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે.

Also Read :  Indian Bank SO Recruitment 2023 for 203 Posts

પસંદગી પ્રક્રિયા

CRPF ભરતી માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક કાર્યક્ષમતા કસોટી, શારીરિક ધોરણ કસોટી, દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષાના આધારે કરવામાં આવશે.

  • લેખિત પરીક્ષા
  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET) અને શારીરિક ધોરણો પરીક્ષણ (PST)
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી તપાસ

આ પણ જુઓ >> CID Gujarat Bharti 2023: ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેંટમાં ભરતી બહાર પડી

અરજી ફી

CRPF ભરતીમાં જનરલ, OBC અને EWS કેટેગરીની એપ્લિકેશન ફી Rs. 100 રાખવામાં આવી છે. એપ્લિકેશન એસસી, એસટી અને મહિલાઓ માટે ફ્રી રાખવામાં આવી છે. ઉમેદવારો ઑનલાઇન એપ્લિકેશન ફી ચૂકવવાની રહેશે.

  • જનરલ, OBC અને EWS માટે : રૂ. 100/-
  • SC, ST અને સ્ત્રીઓ માટે : રૂ. 0/-

પગાર ધોરણ

  • આ ભરતી માં જો તમે અરજી કરશો તો તમને પગાર 21,700 થી 69,100 ચૂકવવાપત્ર બનશે.

ક્યાં ક્યાં ડૉક્યુમેન્ટ જોશે?

CRPF ભરતીમાં ફોર્મ ભરવા માટે ક્યાં ક્યાં ડૉક્યુમેન્ટની જરૂર પડશે તેનું લિસ્ટ નીચે આપવામાં આવેલું છે:

  • ધોરણ 10 ની માર્કશીટ.
  • ધોરણ 12 ની માર્કશીટ.
  • ગ્રેજ્યુએશન માર્ક શીટ.
  • પેટા-શ્રેણી પ્રમાણપત્ર.
  • આરક્ષણ પ્રમાણપત્ર.
  • મહત્તમ કદ 100kb સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ. (અપલોડ કરતાં સમયે)
  • 50kb jpg ફોર્મેટ સાથે હસ્તાક્ષર. (અપલોડ કરતાં સમયે)

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

આ ભરતીમાં અરજી ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા નીચે સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવી છે:-

  • સૌપ્રથમ CRPF ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો.
  • ઓફિશિયલ વેબસાઇટની લિંક નીચે આપેલ છે ત્યાંથી ક્લિક કરીને સીધા વેબસાઇટ પર જઈ શકો છો.
  • વેબસાઇટના હોમ પેજ પર, તમે નવીનતમ નોટિફિકેશન વિભાગ જોશો, તેના પર ક્લિક કરો અને આ ભરતીનું નોટિફિકેશન ડાઉનલોડ કરો.
  • જાહેરાતમાં આપેલી વિગતો ધ્યાનથી વાંચો અને પછી Apply Online વિભાગ પર ક્લિક કરો.
  • CRPF ભરતીનું અરજી ફોર્મ તમારી સામે ખુલશે.
  • તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેને પસંદ કરો.
  • દસ્તાવેજમાં આપેલી માહિતી મુજબ ફોર્મમાં માંગેલી તમામ માહિતી યોગ્ય ફોર્મેટમાં ભરો.
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ઉમેદવારની સહી અપલોડ કરો.
  • ઓનલાઈન એપ્લિકેશન ફી ચૂકવો॰
  • હવે ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ આઉટ લઈ લો.
Also Read :  Gujarat Vidyapith Recruitment 2022 for Field Investigation Post

મહત્વની તારીખ

  • આ નોટિફિકેશન 5 એપ્રિલના રોજ જાહેર થયું છે અને હાલ નોટિફિકેશનમાં ફોર્મ ભરવાના ક્યારે શરૂ થાય છે તે અને ક્યારે છેલ્લી તારીખ છે તેની કોઈ વિગતો આપવામાં આવી નથી.

મહત્વની લિંક

ઓફિશિયલ નોટિફિકેશનડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવાની લિન્કહજુ તારીખ જાહેર થઈ નથી
GKGujarat હોમપેજઅહી ક્લિક કરો

2 thoughts on “CRPF Constable Recruitment 2023: 10 પાસ માટે GD Constable ની 1,29,929 જગ્યાઓ પર ભરતી માટેનું નોટિફિકેશન જાહેર”

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો