Valsad Nagarpalika Bharti 2023: વલસાડ નગરપાલિકામાં ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યા પર ભરતી : આથી આ જાહેરાત દ્વારા જણાવવામાં આવે છે વલસાડ નગરપાલિકામાં જુદી જુદી શાખાઓ નીચે મુજબની જગ્યા માટે તદ્દન હગામી ધોરણે 11 માસના કરાર આધારિત કર્મચારીઓની જરૂરિયાત છે .જરૂરી શૈક્ષણિક અને ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે વલસાડ નગરપાલિકા ઇન્ટરવ્યૂમાં નીચે જણાવેલ તારીખે સમયસર સવારે 11:00 કલાકે ઉપસ્થિત રહેવા નોંધ લેશો.
વલસાડ નગરપાલિકા દ્વારા ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. ભરતીમાં ફોર્મ ભરતા પહેલા લાયકાત, પગાર, સિલેક્ષન પ્રોસેસ, અરજી કરવાની રીત, અરજી કરવાની છેલ્લી તારીખ, ઉમરમર્યાદા, એપ્લિકેશન ફી, જોબ લોકેશન, પોસ્ટનું નામ અને પોસ્ટ વિષેની તમામ માહિતી એક વાર જરૂર વાંચી લેવી. આ ભરતી અંગેની વધારે માહિતી નીચે આપવામાં આવી છે.

Valsad Nagarpalika Bharti 2023
કુલ જગ્યાઓ
- 02
પોસ્ટનું નામ
- ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર
વલસાડ નગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત
- આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ અને સાથે CCC+ નું પ્રમાણ પત્ર હોવું જરૂરી છે.
- વધારે માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી શકો છો.
અનુભવ
- આ ભરતીમાં ફોર્મ ભરવા અને વલસાડ નગરપાલિકામાં નોકરી કરવા માટે તમારી પાસે ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
ઉમરમર્યાદા
- આ ભરતીમાં ફોર્મ ભરવા માટે કોઈ ઉમરમર્યાદા ની જાણકારી ઓફિશિયલ નોટિફિકેશન માં આપવામાં આવી નથી પરંતુ તમારી ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે.
પગાર ધોરણ
- જો તમારું સિલેક્ષન થઈ જાય પછી તમને પગાર કેટલો આપવામાં આવશે તેની જાણ કરવામાં આવશે, હાલ કોઈ જ માહિતી આપવામાં આવેલી નથી.
પસંદગી કઈ રીતે થશે?
- આ ભરતીમાં તમારે વ્યક્તિગત ઇન્ટરવ્યુ આપવું પડશે જો એમાં પાસ થઈ જશો તો જ આગળ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
નોકરીનું સ્થળ
- વલસાડ નગરપાલિકા, વલસાડ, ગુજરાત
એપ્લિકેશન ફી
- આ ભરતીમાં કોઈ જ પ્રકારની એપ્લિકેશન ફી રાખવામા આવી નથી પરંતુ ઇન્ટરવ્યુ દેવા માટે તમારા વલસાડ નગરપાલિકા સુધી સ્વખર્ચે જવાનું રહેશે.
અરજી કઈ રીતે કરવી?
- જરૂરી શૈક્ષણિક અને ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે વલસાડ નગરપાલિકા ઇન્ટરવ્યૂમાં તારીખ 10/4/2023 એ અને સવારે 11:00 વાગ્યે પહોચી રહેવું.
છેલ્લી તારીખ
- આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 10/04/2023 છે.

2 thoughts on “Valsad Nagarpalika Bharti 2023: વલસાડ નગરપાલિકામાં ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યા પર ભરતી”