GSEB HSC 12th Science Result 2023 LIVE: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) એ તેની ઓફિશિયલ વેબસાઇટ https://gseb.org/ પર 02મી મે 2023 (આજે) ના રોજ ગુજરાત 12મા બોર્ડ વિજ્ઞાન પ્રવાહના પરિણામની જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ પર આપેલી લોગિન લિંકમાં અથવા નીચેના પોસ્ટમાં આપેલ સીધી લિંક પરથી તેમનો છ-અંકનો સીટ નંબર દાખલ કરીને તેમનું GSEB વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જોઈ શકે છે. જે વિદ્યાર્થીઓ HSC સાયન્સની પરીક્ષામાં નાપાસ થયા છે તેઓ ગુજરાતમાં પૂરક/કમ્પાર્ટમેન્ટ પરીક્ષા અથવા પુરક પરિક્ષા માટે અરજી કરી શકે છે.

GSEB HSC 12th Science Result 2023 LIVE
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB અથવા GSHSB) એ આજે એટલે કે 02 મે સોમવારના રોજ ધોરણ 12 HSC સાયન્સ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. GSEB HSC સાયન્સનું પરિણામ સવારે 08 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે અને ગુજરાત બોર્ડનું રિઝલ્ટ તપાસવા માટેની લિંક પરિણામ જાહેરાત બાદ તરત જ સક્રિય થઈ ગઈ છે. જો કે, GSEB ગુજરાત બોર્ડ કોમર્સ, આર્ટસ સ્ટ્રીમ્સના પરિણામોની તારીખ અને સમય હજુ સુધી કન્ફર્મ કરવામાં આવી નથી. આ વર્ષે રાજ્યમાં ધોરણ 12ની પરીક્ષામાં લગભગ 5 લાખ વિદ્યાર્થીઓએ હાજરી આપી છે. જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 વિજ્ઞાનની વાર્ષિક પરીક્ષા આપી છે તેઓ ઓફિશિયલ વેબસાઇટ gseb.org ની મુલાકાત લઈને 12મા વિજ્ઞાન પરિણામને ચેક કરી શકશે.
GSEB 12th વિજ્ઞાન પ્રવાહના રિઝલ્ટમાં નીચેની વિગતો હશે
- વિદ્યાર્થીનું નામ
- બોર્ડનું નામ
- પિતાનું નામ
- જન્મ તારીખ
- પરીક્ષાનું નામ
- સીટ નંબર
- જન્મ તારીખ
- વિષયો કોડ
- થિયરી વિષયોમાં ગુણ
- પ્રેક્ટિકલમાં મેળવેલ માર્કસ
- એકંદરે ગુણ
- પરિણામ સ્થિતિ પાસ/ફેલ
- વધુ અન્ય વિગતો
ધોરણ 12 આર્ટસ, કોમર્સ પરિણામ 2023 તારીખ
વિદ્યાર્થીઓ, ગુજરાત બોર્ડની પરીક્ષાઓ માટે ધોરણ 12 આર્ટસ, કોમર્સના પરિણામોની નકલી સમાચાર તારીખ વિશે ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર ઘણા બધા સંદેશાઓ ફેલાયેલા છે. GSEBના અધિકારીઓ વિદ્યાર્થીઓને તમામ પ્રકારની અફવાઓથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે. તેઓ વિદ્યાર્થીઓને ધોરણ 12 આર્ટસ, કોમર્સ (સામાન્ય પ્રવાહ)ના પરિણામો એક દિવસ અગાઉ જાહેરાત અને પરિપત્ર બહાર પાડશે. તેથી, જો તમે GSEB ધોરણ 12 આર્ટસ, કોમર્સ પરિણામોની તારીખ શોધી રહ્યાં છો, તો ગભરાશો નહી, બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર http://gseb.org ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.
ધોરણ 12 સાયન્સ પરિણામની ગ્રેડ સિસ્ટમ
- 91-100 – A1 ગ્રેડ
- 81-90 – A2 ગ્રેડ
- 75-80 – B1 ગ્રેડ
- 62-70 – B2 ગ્રેડ
- 51-60 – C1 ગ્રેડ
- 45-50 – C2 ગ્રેડ
- 33-40 – ડી ગ્રેડ
- 33થી નીચે : F (ફેઇલ)
ગુજરાત બોર્ડ ધોરણ 12 નું નામ પ્રમાણે પરિણામ
ગુજરાત બોર્ડે તાજેતરમાં એચએસસી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ બહાર પાડ્યું છે. ઘણા વિદ્યાર્થીઓ હવે GSEB 12મા ધોરણના વિજ્ઞાનના પરિણામ વિશે પૂછપરછ કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડ 12મા વિજ્ઞાન પરિણામ નામ મુજબ ઓફિશિયલ વેબસાઇટ લિંકની મુલાકાત લઈને તપાસવાની સલાહ આપવામાં આવે છે. તમે ડાયરેક્ટ પરિણામ જોઈ શકો તે મારે અમે પોસ્ટના પેજ પર સીધી લિંક શેર કરી છે જેના દ્વારા તમે GSHSEB 12મી પરીક્ષા 2023 ના પરિણામ ચેક કરી શકો છો. એકવાર તમે ઓફિશિયલ વેબસાઇટ ખોલી લો, પછી તમારે લોગિન વિગતો દાખલ કરવાની જરૂર પડશે જેમ કે રોલ નંબર. જો તમને ગુજરાત બોર્ડ એચએસસી પરિણામ તપાસતી વખતે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે, તો નીચેની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયાને અનુસરો.
12 સાયન્સનું પરિણામ કઈ રીતે જોવું?
- પગલું 1: સૌ પ્રથમ, વિદ્યાર્થીઓએ GSEB ની વેબસાઇટ એટલે કે www.gseb.org પર જવું.
- પગલું 2: હવે, હોમ પેજ પર ઉપલબ્ધ નવીનતમ જાહેરાત પોર્ટલ પર ક્લિક કરો.
- પગલું 3: ગુજરાત બોર્ડ HSC સાયન્સ પરિણામ લિંક શોધો.
- પગલું 4: તમારો રોલ નંબર/સીટ નંબર દાખલ કરો.
- પગલું 5: સબમિટ બટન દબાવો.
- પગલું 6: છેલ્લે, GSEB 12મા વિજ્ઞાનનું પરિણામ તમારી સ્ક્રીન પર દેખાશે.
- પગલું 7: 12મા વિજ્ઞાનનું પરિણામ ડાઉનલોડ કરો અને પછીના ઉપયોગ માટે પ્રિન્ટઆઉટ લો.
પરિણામ જોવાની લિંક
12 સાયન્સનું પરિણામ જોવા માટે | અહી ક્લિક કરો |
ગુજકેટનું પરિણામ જોવા માટે | અહી ક્લિક કરો |
GkGujarat હોમપેજ | અહી ક્લિક કરો |