Indian Navy અગ્નિવીર ભરતીનું પરિણામ જાહેર, ડાયરેક્ટ ચેક કરો અહીથી: ભારતીય નૌકાદળે અગ્નિવીર પરિણામ આજે 27 માર્ચ, 2023 ના રોજ સત્તાવાર વેબસાઇટ Join Indian Navy પર બહાર પાડ્યું છે. અગ્નિવીર SSR અને અગ્નિવીર MR ભરતી કસોટી માટેની લેખિત પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.joinindiannavy.gov.in પરથી તેમનું પરિણામ ઓનલાઈન ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે.
ભારતીય નૌકાદળ અગ્નિવીર 2023 નું પરિણામ ઉમેદવાર તેમના આઈડી અને પાસવર્ડ સાથે લોગિન દ્વારા ઓનલાઈન જોઈ શકે છે. કુલ 1500 જગ્યાઓ ભરવા માટે ઇંડિયન નૌકાદળે ભરતીનું નોટિફિકેશન જાહેર કર્યું હતું, જેમાંથી 1400 અગ્નિવીર (SSR) – 01/2023 બેચ અને 100 અગ્નિવીર (MR) – 01/2023 બેચ હતી. અગ્નિવીર SSR/MR 01/23 માટેની કમ્પ્યુટર આધારિત પરીક્ષા 7 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી, 2023 દરમિયાન યોજાઈ હતી.

ભારતીય નૌકાદળ પરિણામ 2023 નામ મુજબ કઈ રીતે ચેક કરવું?
ભારતીય નૌકાદળ અગ્નિવીર પરિણામઉમેદવારો નામ મુજબડાયરેક્ટ તપાસી શકશે નહીં. આ માટે, ઉમેદવાર પાસે તેનું રજીસ્ટ્રેશન ઈમેલ I’d અને પાસવર્ડ હોવો ફરજિયાત છે. આ ID અને પાસવર્ડ ઉમેદવારે અરજી ફોર્મ ભરતી વખતે મેળવ્યો ઉમેદવારે મેળવ્યો હશે. જો તમે તે ભૂલી ગયા હોય તો Forget Password પર ક્લિક કરીને પોતાનો પાસવર્ડ રીસેટ કરી શકે છે. આ પછી, તમારું ઇમેઇલ આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરીને, તમે લોગિન કરી શકો છો અને પરિણામ ચકાસી શકો છો.
હાલમાં ચાલી રહેલી તમામ ભરતીની માહિતી માટે અહી ક્લિક કરો
રિઝલ્ટ કઈ રીતે જોવું?
- ભારતીય નૌકાદળ અગ્નિવીરનું રિઝલ્ટ જોવા માટે, ઉમેદવારોએ પ્રથમ સત્તાવાર વેબસાઇટ joinindiannavy.gov.in પર જવું પડશે.
- ભારતીય નૌકાદળ રિઝલ્ટની નવી અપડેટ્સ હોમ પેજ પરથી જોઈ શકો છો.
- ત્યાં તમને “INET – અગ્નિવીર – 01/2023 માટે પરિણામ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો” લિંક મળશે, તેના પર ક્લિક કરો.
- આ લિંક https://agniveernavy.cdac.in/login%20Website ઉમેદવારોને આ વેબસાઇટ પર લઈ જશે.
- હવે રજિસ્ટર્ડ ઈમેલ અને પાસવર્ડ વડે લોગિન કરો અને કેપ્ચા માટે ક્લિક કરો અને પછી લોગીન બટન પર ક્લિક કરો.
નૌકાદળમાં સિનિયર સેકન્ડરી રિક્રુટ દ્વારા થનારી આ ભરતી માટે ઉમેદવારો પાસેથી 12મી પાસની લાયકાત માંગવામાં આવી હતી. લેખિત કસોટી બાદ જવાનોએ અગ્નિવીર ભરતી માટે શારીરિક યોગ્યતા કસોટીમાં હાજર રહેવું પડશે. વધુ પ્રક્રિયા અને ખાલી જગ્યાની વિગતો સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ નોટિફિકેશન માં તમે જોઈ શકો છો.