વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ: વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દીઠ આટલા કરોડ રૂપિયા નો ચાર્જ લે છે ! તમે પણ જાણીને ચોંકી જશો.


વિરાટ કોહલી instagram: ક્રિકેટનું મેદાન હોય કે પછી ક્રિકેટની બહારની પીચ પણ ભારતનો આ ખેલાડી તમામ જગ્યાએ પોતાના રેકોર્ડ સ્થાપિત કરવામાં માહેર છે. તાજેતરમાં જ હોપર HQ સોશિયલ રીચ લીસ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ વિરાટ કોહલી વર્ષ 2022 માં instagram પરથી સૌથી વધુ કમાણી કરનારા વૈશ્વિક સ્પોટ્સ ખેલાડીઓ માના એક બની ગયા છે.

તમને જાણીને નવાઈ લાગશે કે instagram પર આ તમામ સ્ટાર્સ દરેક પોસ્ટ દીઠ કરોડો રૂપિયાની કમાણી કરે છે. આવા જ એક અહેવાલ મુજબ જાણવા મળેલી માહિતી અનુસાર વિરાટ કોહલી instagram પર હવેથી દરેક પોસ્ટ દીઠ 8 કરોડ રૂપિયા ચાર્જ કરવાનું શરૂ કર્યું છે. જેથી તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લિયોનેલ મેસી, અને નેયમાર જુનિયર બાદ વિશ્વના ચાર સૌથી મોંઘા અને instagram પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા સ્પોર્ટ્સપર્સન બની ગયા છે. અન્ય ભારતીય સ્ટાર્સની વાત કરવામાં આવે તો પ્રિયંકા ચોપરા પણ instagram પર દરેક પોસ્ટ દીઠ 3.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

વિરાટ કોહલીના ઇન્સ્ટાગ્રામ પર 20 કરોડથી પણ વધારે ફોલોવર્સ છે જે instagram પર દરેક પોસ્ટ માટે દસ લાખ ડોલર રૂપિયા ચાર્જ લે છે. આ યાદીમાં તેમની ઉપરના ક્રમે ત્રણ સ્પોર્ટ સ્ટાર રોનાલ્ડો, મેસી, અને નેયમાર્ જુનિયર છે.
જ્યારે instagram પર સૌથી વધુ ફોલો કરાયેલ સેલિબ્રિટીમાં વિરાટ કોહલી 14 માં ક્રમે છે આ યાદીમાં ટોચના 15 નામોમાં સ્થાન મેળવનાર તે એકમાત્ર ભારતીય છે. યાદીમાં અન્ય ભારતીયોની વાત કરવામાં આવે તો તેમાં પ્રિયંકા ચોપરા નું નામ 27 માં ક્રમે છે જે સાડા સાત કરોડ કરતાં વધારે ફોલોવર્સ ધરાવે છે. જે પર પોસ્ટ દીઠ 4.23 લાખ ડોલર રૂપિયા ચાર્જ લે છે.

ટોપ સેલિબ્રિટી:

૧.ક્રિસ્ટિયાનો રોનાલ્ડો – USD 2,397,000 (રૂ. 191,581,783)

2. કાઈલી જેનર – USD 1,835,000 (રૂ. 146,663,567)

3. લિયોનેલ મેસ્સી – USD 1,777,000 (રૂ. 142,027,880)

4. સેલેના ગોમેઝ – USD 1,735,000 (રૂ. 138,671,002)

5. ડ્વેન જોન્સન – USD 1,713,000 (રૂ. 136,912,638)

6. કિમ કાર્દાશિયન – USD 1,689,000 (રૂ. 134,994,422)

7. એરિયાના ગ્રાન્ડે — USD 1,687,000 (રૂ. 134,834,571)

8. બેયોન્સ – USD 1,393,000 (રૂ. 111,336,430)

9. Khloe Kardashian — USD 1,320,000 (રૂ. 105,501,858)

10. કેન્ડલ જેનર – USD 1,290,000 (રૂ. 103,104,088)

11. જસ્ટિન બીબર – USD 1,281,000 (રૂ. 102,384,757)

12. ટેલર સ્વિફ્ટ – USD 1,142,000 (રૂ. 91,275,092)

13. જેનિફર લોપેઝ – USD 1,130,000 (રૂ. 90,315,984)

14. વિરાટ કોહલી – USD 1,088,000 (રૂ. 86,959,107)

15. નિકી મિનાજ – USD 1,031,000 (રૂ. 82,403,345)

16. કેટી પેરી – USD 1,029,000 (રૂ. 82,243,493)

17. કોર્ટની કાર્દાશિયન – USD 964,000 (રૂ. 77,048,326)

18. નેમાર – USD 945,000 (રૂ. 75,529,739)

19. માઇલી સાયરસ – USD 928,000 (રૂ. 74,171,003)

Leave a Comment